કોરોનાવાયરસના કારણે બંધ થયા પછી મેકડોનાલ્ડ્સે યુકેમાં આવેલી પોતાની 700 ડાઇન-ઇન રેસ્ટોરાં ફક્ત ટેબલ સેવા સાથે બુધવારે તા. 22ના રોજ ફરીથી ખોલી છે. તે આવતા મહિને સરકારની યોજના મુજબનું ‘ઇટ આઉટ ટુ હેલ્પ આઉટ’ ડિસ્કાઉન્ટ આપશે. આ યોજના કુટુંબોને બહાર જમવાનું શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને ઓગસ્ટ માસમાં સોમવાર, મંગળવાર અને બુધવારે ભાગ લેનાર રેસ્ટોરંટમાં જમનાર દરેક વ્યક્તિને 50 ટકા અને મહત્તમ £10 સુધીની છૂટ મળશે.
મેકડોનાલ્ડની મોબાઇલ એપ્લિકેશન, કિઓસ્ક કે કાઉન્ટર પર સીધો જ ઓર્ડર આપી શકાશે અને ગ્રાહકોને સીધા જ ટેબલ પર ભોજન પીરસવામાં આવશે. ગ્રાહકોએ QR કોડ સ્કેન કરીને કે વેબપેજની મુલાકાત લઇ તેમના સંપર્કની માહિતી આપવાની રહેશે. મેકડોનાલ્ડ્સે મેનુ પર ભાવ ઘટાડ્યા છે.
મેકડોનાલ્ડ્સ દ્વારા તેની મેકડેલીવરી અને ડ્રાઇવ થ્રૂ સેવાઓ ફરીથી ખોલ્યાના સાત અઠવાડિયા પછી હજૂ પણ કેટલાક વિસ્તારોમાં મોટી કતારો દેખાય છે.