Candidate for London mayor Susan Hall (Photo by HENRY NICHOLLS / AFP) (Photo by HENRY NICHOLLS/AFP via Getty Images)

લંડનના મેયર માટેના ટોરી ઉમેદવાર સુસાન હોલની ઝુંબેશ શ્રેણીબદ્ધ ભૂલોથી ઘેરાયેલી છે અને ન્યૂ યોર્કમાં શૂટ કરાયેલ સાદિક ખાન પર હુમલો કરતી એડ ફિલ્મને કાઢી નાખવી પડી હતી. તો તેમણે લંડનની દક્ષિણે 25 માઈલ દૂર આવેલ ક્રોલી નગર રાજધાનીમાં છે અને ઈસ્લામોફોબિક ટ્વીટ્સ માત્ર “દુઃખદાયક શબ્દો” છે એમ કહ્યું હતું.

લંડનના મેયર માટેના ટોરી ઉમેદવાર સુસાન હોલે  સાદિક ખાન અને ‘લંડનિસ્તાન’ વિશેના દાવાઓનો જવાબ આપતાં 69 વર્ષના હોલે યુલેઝ અંગે પ્રોસ્પેક્ટ મેગેઝિનને કહ્યું હતું કે “જો તમે બેક્સલી, ક્રોલી, ક્રોયડન જુઓ, તો લંડનમાં અમારી પાસે લગભગ 200 ખેતરો છે, તે લીલી ખુલ્લી જગ્યાઓ છે.’’

પ્રવક્તાએ દાવો કર્યો હતો કે ક્રોલીનો તેણીનો સંદર્ભનું “ખોટું અવતરણ” કરાયું હતું અને તેણીએ વાસ્તવમાં ક્રોયડન શબ્દનો ખોટો ઉચ્ચાર કર્યો હતો અને પોતાની જાતને સુધારી હતી.

મુસ્લિમોને યુલેઝ અસ્પષ્ટ લાગે છે તેવા પ્રશ્નના જવાબમાં હોલે જવાબ આપ્યો હતો કે “હકીકત એ છે કે ગરીબ લોકોએ દરરોજ £12.50નો યુલેઝ ચાર્જ ચૂકવવો પડે છે જે તેમને પોષાય તેમ નથી. તે વાસ્તવિક છે. અને તે માત્ર દુઃખી શબ્દો નથી.”

મુસ્લિમ કાઉન્સિલ ઑફ બ્રિટનના પ્રવક્તાએ કહ્યું હતું કે “જેમ આપણે સેમિટિક ટિપ્પણીઓને ‘દુર્દશાજનક શબ્દો’ તરીકે નહીં ગણીએ, તેમ આપણે ઇસ્લામોફોબિયા પણ ન ગણીએ. સુસાન હોલની ટિપ્પણીઓ માત્ર રમતમાં જાતિવાદના વંશવેલો દર્શાવે છે.”

હોલના પ્રવક્તાએ કહ્યું હતું કે “સાદિક ખાનથી વિપરીત, સુસાન લંડનવાસીઓને સાંભળી રહી છે અને મેયર તરીકે તે વધુ પોલીસને બીટ પર મૂકશે, મહિલાઓને સલામત લાગે તે સુનિશ્ચિત કરશે, યુલેઝના વિસ્તરણને રદ કરશે અને વધુ સસ્તા ફેમિલી હોમ બનાવશે.’’

LEAVE A REPLY