મોરેસિયશ સરકારે અયોધ્યામાં રામમંદિરના લોકાર્પણ સમયે પોતાના હિન્દુ કર્ચમારીઓને બે કલાકની વિશેષ રજા આપવાનો નિર્ણય કર્યો છે. 22 જાન્યુઆરીએ યોજાનાર આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

મોરેસિયશના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનૌથે શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારતના અયોધ્યામાં રામમંદિરના લોકાર્પણને અનુલક્ષીને કેબિનેટે 22 જાન્યુઆરીએ હિન્દુ અધિકારીઓ માટે બપોરે 2 વાગ્યે બે કલાકની રજા મંજૂરી કરી છે. મોરેસિયશમાં હિન્દુ ધર્મીઓ સૌથી વધુ સંખ્યામાં વસ્તે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં હિન્દુઓની વસ્તી અંદાજે 48.5 ટકા છે. આફ્રિકામાં મોરેસિયશ એકમાત્ર એવો દેશ છે જ્યાં હિન્દુધર્મીઓ વધારે છે, જે નેપાળ અને ભારત પછી ત્રીજા સ્થાને છે. મોરેસિયશમાં બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગણ અને આંધ્રપ્રદેશમાંથી આવેલા લોકો વસે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments