પોતાનું લગ્નેત્તર પ્રેમ પ્રકરણ જાહેર થયા પછી અને વિવાહિત સહાયક સાથે લૉકડાઉન નિયમોના ભંગ બદલ ગત જૂન માસમાં હેલ્થ સેક્રેટરી તરીકે રાજીનામું આપનાર મેટ હેનકોકે જણાવ્યું હતું કે ‘’અફેર કૌભાંડ જાહેર થયા પછી મને ‘જાહેર ફાંસી’ની ધમકી આપવામાં આવી હતી અને પૂર્વ વડા પ્રધાન ટોની બ્લેરે મને ઓનલાઈન એબ્યુઝનો સામનો કેવી રીતે કરવો તે અંગે સલાહ આપી હતી.
મેટ હેનકોક કહે છે કે ‘’મને છેલ્લા છ મહિનામાં અડધો ડઝનથી વધુ ધમકીઓ મળી છે – જેમાં ‘જાહેરમાં ફાંસી’ આપવાની ધમકી પણ હતી. મને હવે એન્ટી-વેક્સર્સ દ્વારા પણ નિશાન બનાવવામાં આવે છે.’’
રાજીનામું આપ્યા પછી ‘’ચોપર્સ પોલિટિક્સ’’ પોડકાસ્ટના પ્રથમ ઇન્ટરવ્યુમાં બોલતા વેસ્ટ સફોકના કન્ઝર્વેટિવ સાંસદ હેનકોકે કહ્યું હતું કે “રાજીનામું આપ્યા પછી તેમને “જાહેર ફાંસીની” ધમકી આપવામાં આવી તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય” છે. જનતા વિચિત્ર હતી. તેઓ નિયમિતપણે આવીને કહેતા કે ‘રસી માટે તમારો આભાર.’ તેઓ મને તેમની લોકડાઉન વાર્તા કહે છે. ‘મને સુરક્ષિત રાખવા બદલ આભાર.’ સોશિયલ મીડિયાના ટિપ્પણી વિભાગમાં તે પ્રતિબિંબિત થતું નથી.”
શ્રી હેનકોકે સોશ્યલ મીડિયા પર જાહેર જીવનના લોકોના એબ્યુઝને રોકવા લેબર સાંસદ રૂપા હક સાથે ઝુંબેશ શરૂ કરી છે. આ અંગે જાહેર ચર્ચાને સુધારવા માટે કામ કરવા કાયમી સંસ્થાની સ્થાપના કરવાની આશા રાખે છે.
મુલાકાતમાં હેનકોકની સાથે બેઠેલા, શ્રીમતી હકે કહ્યું હતું કે “તમારામાંથી અડધા લોકો લાકડીઓ અને પથ્થરો વિશે વિચારે છે, પરંતુ તમને ખબર નથી કે આગળ શું થઈ શકે છે. સામે એવા લોકો હોઈ શકે છે જે કોપીકેટ હુમલો કરવા માંગે છે. આમાં મહિલાઓને વધુ ખરાબ ચિતરવામાં આવે છે, અશ્વેત મહિલાઓ, મુસ્લિમ મહિલાઓ – હું વેન ડાયાગ્રામમાં છું, કેમ કે હું તે ત્રણેય છું.”