Mathura will be transformed like Banaras

ભારત સરકારે વિવિધ યાત્રાધામોની કાયાપલટ કરવાના પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે. દ્વાપર યુગમાં મથુરાની જે જોવામાં આવી હતી, તેવી કાયાપલટ માટે અત્યારે ત્યાં રૂ. 32,000 કરોડના પ્રોજેક્ટ કાર્યરત છે. જે રીતે બનારસની કાયાપલટ કરવામાં આવી છે, એ જ રીતે મથુરાનો પણ હવે સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે.

બનારસના કાશીવિશ્વનાથ ધામની જેમ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. વ્રજ વિસ્તારમાં રૂ. 32,000 કરોડના પ્રોજ્કટોની સાથે દ્વાપર યુગના વૈભવને લાવવાના ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં વૈશ્વિક રોકાણકાર સમિટમાં ઉત્તર પ્રદેશમાં રૂ. 35 લાખ કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવ પ્રાપ્ત થયા હતા અને એ મૂડીરોકાણથી એકલા વ્રજ વિસ્તારમાં 50,000 લોકોને રોજગારી મળશે. બરસાના, ગોકુલ અને ગોવર્ધનનો વૈભવને પરત લાવવામાં આવશે. 2017માં મથુરા વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના પછી વ્રજ તીર્થ વિકાસ પરિષદે મથુરાના વિકાસ માટે એક્શન પ્લાન કાર્યરત કર્યો છે.

LEAVE A REPLY