મથુરામાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વિપિન કુમારની કોર્ટે માત્ર 57 દિવસમાં ફાસ્ટ-ટ્રેક સુનાવણી પૂર્ણ કરીને 10 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપીને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. કોર્ટમાં સુનાવણી 26 દિવસમાં પુરી થઈ હતી અને 30 વર્ષીય ગુનેગાર સતીશ કુમારને માત્ર 57 દિવસમાં સજા સંભળાવવામાં આવી હતી. આ ગુનો ઓક્ટોબરના બીજા સપ્તાહમાં થયો હતો. સતીશ કુમારે તેના પાડોશમાં રહેતી સગીરાને સ્થાનિક ‘ભંડારા’માં ખવડાવવાના બહાને પોતાને ઘરે લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેને જંગલમાં ફેંકી દીધી હતી. બાળકીનો મૃતદેહ 13 ઓક્ટોબરે જંગલમાંથી મળી આવ્યો હતો.દરજીકામ કરતાં આરોપીની માત્ર છ કલાકમાં ધરપકડ કરાઈ હતી.