વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતે 119 રનથી વિજય મેળવીને શ્રેણી 3-0થી જીતી લીધી હતી. વરસાદથી પ્રભાવિત આ મેચમાં રિઝલ્ટ ડકવર્થ લુઈસ નિયમથી જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય કેપ્ટન શિખર ધવને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના વિધ્ન સાથેની આ મેચમાં 36 ઓવરમાં ભારતે 3 વિકેટ પર 225 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝની સામે ડકવર્થ લુઈસના નિયમ અંતર્ગત 35 ઓવરમાં 257 રનનો લક્ષ્ય આપવામાં આવ્યો હતો. યજમાન ટીમ 26 ઓવરમાં 137 રન બનાવીને આઉટ થઈ હતી.
ભારતને શિખર ધવન અને શુભમન ગિલે વચ્ચે પહેલી વિકેટ માટે 113 રનની ભાગદારી થઈ હતી. કેપ્ટન ધવન 74 બોલ પર 58 રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ તરત જ વરસાદ આવ્યો હતો. મેચ ફરીથી શરૂ થઈ તો 40-40 ઓવરની કરી દેવામાં આવી હતી. શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે (44) ઝડપથી રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ (8) એકવાર ફરીથી નિષ્ફળ રહ્યો હતો. શુભમન ગિલ 98 રન બનાવીને રમી રહ્યો હતો અને ત્યારે પહેલી સદી ફટકારે તેવું લાગતું હતું ત્યાં ફરીથી વરસાદ આવ્યો હતો. આ સમયે ભારતનો સ્કોર 36 ઓવરમાં 3 વિકેટ પર 225 રન હતો. વરસાદના કારણે ભારત બેટિંગ કરી શક્યું નહોતું.
વરસાદ અટક્યા બાદ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમથી 35 ઓવરમાં 257 રન બનવાના હતા. 98 બોલ પર 7 ચોગ્ગા અને 6 છિક્સરની મદદથી 98 રન બનાવીને શુભમન ગિલ અણનમ રહ્યો હતો. સેમસને છ રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ વન-ડેની સીરીઝની પહેલી અને બીજી મેચમાં રસાકસીભર્યા જંગમાં વિજય સાથે સીરીઝ 2-0થી જીતી લીધી હતી. પહેલી મેચ શુક્રવારે અને બીજી મેચ રવિવારે – બન્ને પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ હતી.