બોરીસ જોન્સને બેટલીની નિર્ણાયક પેટા-ચૂંટણી પહેલાની મુલાકાત વખતે અસાધારણ યુ-ટર્ન લઇ સોમવારે બપોરે કહ્યું હતું કે ‘’હેલ્થ સેક્રેટરીને બરતરફ કર્યા છે અને તેમની જગ્યાએ સાજીદ જાવિદને ઉમેર્યા છે.’’ તેમણે હેનકોકને પ્રણયની વાતો અને ફોટા જોતાની સાથે જ તેમને બરતરફ કરી દીધા હતા. કેટલાક કેબિનેટ સભ્યોએ પણ ચેતવણી આપી હતી કે તેઓ વરિષ્ઠ સહાયક સાથેના હેનકોકના સંબંધો અંગે જાહેરમાં હેનકોકને ટેકો આપવા તૈયાર નથી.
ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં જી-7 શિખર સંમેલનમાં હોનકોક અને જીના એક જ બેડ પર સુતા હતા તેવા દાવાઓ પણ થયા છે. 2019માં હેનકોકના સહાયકે જીનાને હેનકોક સાથેના રોમાંસ વિશે પૂછ્યું હતું તેમ બહાર આવ્યું છે. તેમના પ્રેમ સંબંધો ‘ગંભીર‘ છે અને હેનકોક ‘જીનાને પ્રેમ કરે છે‘ એમ તેમના મિત્રોઓ જણાવ્યું હતુ. જીના અને હેનકોક બન્ને પોતાનું ઘર છોડીને ક્યાંક જતા રહ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે.
સીસીટીવી ફૂટેજ મળ્યાના કલાકો પછી વડા પ્રધાનના પ્રવક્તાએ કહ્યું હતું કે મિસ્ટર જોન્સને ‘મામલો બંધ‘ થયો હોવાનું જણાવી હેનકોક પર ‘સંપૂર્ણ વિશ્વાસ‘ હોવાનું અને તેમને માફ કરી કામ ચાલુ રાખવા કહ્યું હતું. પરંતુ 80 ટોરી સાંસદોએ ફરિયાદો કરતા વાત વણસી હતી.