પાર્લામેન્ટ નજીકના વેસ્ટમિંસ્ટર અંડરગ્રાઉન્ડ સ્ટેશન પર મંગળવારે સવારે (24 જાન્યુઆરી)ના રોજ પૂર્વ હેલ્થ સેક્રેટરી અને એમપી મેટ હેનકોક પર હુમલો કરવાની શંકાના આધારે 61 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરાઇ છે. તે કસ્ટડીમાં છે અને ઘટના અંગે પૂછપરછ ચાલુ છે.
ઘટનાના ફૂટેજ બતાવે છે કે બેકબેન્ચ એમપી હેનકોકની એક વ્યક્તિ દ્વારા હેરાનગતિ કરાઇ હતી અને તેણે બેરીયરથી લઇને હેનકોક એસ્કેલેટરથી નીચે ઉતરી ટ્યુબમાં ગયા ત્યાં સુધી તેમનો પીછો કર્યો હતો અને વારંવાર મિસ્ટર હેનકોકને ‘ખૂની’ તરીકે ઓળખાવ્યા હતા. આ ઘટના વેસ્ટમિન્સ્ટર અને બોન્ડ સ્ટ્રીટ વચ્ચે મુસાફરોથી ભરેલી ગાડીમાં બની હતી.
તે મણસે ધક્કો મારતા હેનકોકે તેને કહ્યું હતું કે “મને નથી લાગતું કે આ આક્રમકતા યોગ્ય છે.” આ બનાવ અંગેનો 10 મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો.