ભારતની ક્રિકેટ ટીમના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરે 24 એપ્રિલ 2023ના રોજ પોતાના 50મા જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસર પર તેના ચાહકો તેને સોશિયલ મીડિયા દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. દુનિયાભરમાં રોલ મોડલ ગણાતા સચિન માટે આ દિવસ જેટલો ખાસ છે તેટલો જ ચાહકો માટે પણ ખાસ છે.
સચિને પોતાની 24 વર્ષની લાંબી કારકિર્દીમાં કુલ 463 આંતરરાષ્ટ્રીય વન-ડે રમીને કુલ 18,426 રન બનાવ્યા છે. તેને વનડેમાં 49 સદી અને 96 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેણે 200 મેચ રમી અને 15,921 રન બનાવ્યા જેમાં 51 સદી અને 68 અડધી સદી સામેલ છે. સચિન તેંડુલકરે ટેસ્ટ મેચ અને ODI સહિત કુલ 663 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે ટેસ્ટમાં 51 અને ODIમાં 49 સદી ફટકારી છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 સદી ફટકારી છે. આ મામલામાં વિરાટ કોહલી તેની સૌથી નજીક છે, પરંતુ કોહલી માટે 100 સદી ફટકારવી મુશ્કેલ હશે. જોકે, વિરાટ કોહલી ચોક્કસપણે વનડેમાં સચિનની 49 સદીની બરાબરી કરી શકે છે.
સચિને માત્ર 16 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. સચિન તેંડુલકરે 3 દાયકાથી પણ વધુ સમય સુધી ક્રિકેટચાહકો પર રાજ કર્યું હતું. ક્રિકેટના મેદાન પર સચિને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા.
સચિન તેંડુલકરની પત્નીનું નામ છે અંજલિ તેંડુલકર. અંજલિ સચિનથી 6 વર્ષ મોટી છે. તેમ છતાં તેની અસર તેમના સંબંધ પર ક્યારેય નથી પડી. સચિન અને અંજલિ પહેલી વખત એરપોર્ટ પર એકબીજાને મળ્યા હતા. પહેલી જ નજરમા બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંનેએ 5 વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતું. બંનેએ આખરે 1995માં કરી લગ્ન કર્યા હતા. ત્યારબાદ 12 ઓક્ટોબર 1997ના દિવસે પુત્રી સારાનો જન્મ થયો હતો અને 24 સપ્ટેમ્બર 1999ના દિવસે પુત્ર અર્જૂનનો જન્મ થયો હતો.