આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) પાસેથી સહાય મેળવવાના ભાગરૂપે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રવિવારે તોતિંગ વધારો કર્યો હતો. સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લિટરે 35 રૂપિયાનો વધારો કર્યો છે. તેનાથી દેશમાં અગાઉથી જ મોંઘવારી સામે ઝઝૂમી રહેલી પ્રજાને લોકોને મોટો ફટકો પડ્યો હતી.
ટીવી પર જનતાને સંબોધન કરતાં નાણાપ્રધાન ઇશાક દારે આ જાહેરાત કરી હતી. અમે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં 35 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવોમાં પણ પ્રતિ લીટર 18 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 249.80 રૂપિયા પ્રતિ લીટર, હાઇ સ્પીડ ડીઝલ 262.80 રૂપિયા પ્રતિ લીટર, કેરોસીન 189.83 રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલની કિંમત 187 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
ગયા અઠવાડિયે, વડાપ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે તેમની પાર્ટી પાકિસ્તાન માટે મંજૂર કરાયેલા બેલઆઉટ પેકેજને પુનઃસ્થાપિત કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની કડક શરતો સ્વીકારવા માટે તૈયાર છે. આઈએમએફના 7 બિલિયન ડોલરના પેકેજ માટે નવમી સમીક્ષા બાકી છે.