REUTERS/Adnan Abidi/File Photo

નેપાળના ફૂડ ટેકનોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગે બે ભારતીય મસાલા બ્રાન્ડ્સ એવરેસ્ટ અને MDHની આયાત, વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે તથા તેમાં ઇથિલિન ઓક્સાઇડનાપ્રમાણ અંગે ટેસ્ટિંગ ચાલુ કર્યું છે.

આ બંને બ્રાન્ડની પ્રોડક્સમાં ઇથિલિન ઓક્સાઇડનું પ્રમાણ ઊંચું હોવાના અહેવાલ વચ્ચે નેપાળે આ બે મસાલા બ્રાન્ડ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ફૂડ ટેકનોલોજી અને ક્વોલિટી કંટ્રોલ વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે “એવરેસ્ટ અને MDH બ્રાન્ડના મસાલા કે જે નેપાળમાં આયાત કરવામાં આવે છે તેની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મસાલામાં હાનિકારક રસાયણો હોવાના સમાચાર પછી આયાત પર પ્રતિબંધ એક અઠવાડિયા પહેલા લાદવામાં આવ્યો હતો અને અમે તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

 

LEAVE A REPLY