પૃથ્વી પરના માનવો બ્રહ્માંડમાં કયાંય પૃથ્વી કે તેવું વાતાવરણ હોય અને ત્યાં જીવનની શકયતા હોય અથવા તો ભવિષ્યમાં ત્યાં માનવ વસવાટ કરી શકે તેવી સ્થિતિ હોય તેવા ગ્રહની તલાશ કરે છે. તેમાં સૌની નજીક અને સૌથી આશાસ્પદ છે એ મંગળનો ગ્રહ ગણાય છે અને અત્યાર સુધી આ ગ્રહ પર મોકલાયેલા માનવ વિહોણા યાન અને અન્ય સંશોધનથી મંગળ પર પૃથ્વી જેવું જ વાતાવરણ અને પાણી હોવાની શકયતાથી ભવિષ્યમાં માનવ મંગળના ગ્રહ પર વસવાટ કરી શકશે તેવી આશા સામે એક નવા સંશોધનમાં જાહેર થયું છે કે મંગળનો ગ્રહ બહું ઝડપથી તેનું વાતાવરણ ગુમાવી રહ્યો છે.
લગભગ 3.5 બિલિયન વર્ષ પુર્વે આ પ્રક્રિયા શરુ થઈ હતી અને હવે તે લગભગ અંતિમ તબકકામાં છે. આજે મંગળના ગ્રહ પર પાતળું, હવામાન, વાતાવરણ બચ્યું છે અને તેનાથી પાણીની વરાળ બનીને તે અદ્રશ્ય થઈ રહ્યું છે અને હવે મંગળ પર જે કઈ પાણી બચ્યું હશે તે પણ વરાળ બનીને ઉડી જશે. ગ્રહ પરના ઉપરી વાતાવરણમાં સૂર્યના કિરણો વધુ ધારદાર બનીને આ ગ્રહના વાતાવરણમાં પ્રવેશી રહ્યા છે અને એ સપાટી પરના જળના ઓકસીજન- હાઈડ્રોજનને અલગ માંડીને તેની વરાળ બનાવી વાતાવરણમાંથી બહાર ફેકી રહ્યા છે.
જર્નલ સાયન્સના લેબ મુજબ મંગળના ગ્રહના ઉપરી વાતાવરણમાં વધુને વધુ વરાળ સર્જાઈ રહી છે અને તે બ્રહ્માંડમાં સમાઈ જશે. યુરોપીયન સ્પેસ એજન્સીના અને રશિયન સ્પેસ એજન્સી દ્વારા સંચાલીત એકસોમાર્સ ટ્રેસ ગેસ દ્વારા જે ડેટા અને તસ્વીરો મોકલાઈ તે પરથી આ અનુમાન કરાયુ છે.