Gautam Adani's younger son gets engaged to diamond merchant's daughter
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નવસારી જિલ્લાના વાંસદાના મીંઢાબારી ગામમાં લગ્નમાં મળેલી ગિફ્ટમાં બ્લાસ્ટ થતાં વરરાજા અને તેના ભત્રીજાને ગંભીર ઇજા થઈ હતી. આ કેસની પોલીસે તપાસ કરતાં તેનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વરસાજાની સાળીને મારવા માટે તેના પૂર્વ પ્રેમીએ સમગ્ર કાંડ રચ્યો હતો. આ મામલે પોલીસે રાજુ પટેલ અને તેની મદદ કરનાર મનોજ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બ્લાસ્ટમાં વરરાજાના ગંભીર ઈજા પહોંચી હતી અને તેના ત્રણ વર્ષના ભત્રીજાને કપાળના ભાગે ફ્રેક્ચર થયું હતું.

સુરત રેન્જ આઈજી ડૉ એસ પાંડિયન રાજકુમારે જણાવ્યું હતું, “વાંસદાના મિંઢાબારી ગામ ખાતે ટેડીબેર જેવી ગિફ્ટમાં બ્લાસ્ટ થયાના ન્યૂઝ મળ્યા હતા. શરૂઆતથી એવું લાગી રહ્યું હતું કે આ સામાન્ય બ્લાસ્ટ નથી. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આ ટેડીબેર રાજેશ પટેલ નામના વ્યક્તિએ આપ્યું હતું. રાજેશ જેના લગ્ન થયા હતા તે યુવતીની બહેન જાગૃતિ સાથે એટલે કે દુલ્હાની સાળી સાથે લિવઈનમાં રહેતો હતો. બંને 2009થી લિવ ઈનમાં હતા. બંનેને એક બાળક પણ છે. બીજી તરફ રાજેશના પણ લગ્ન થઈ ચૂક્યા છે. બંને વચ્ચે આંતરિક વિખવાદ બાદ રાજેશે જાગૃતિ અને બાળકને મારવાનો પ્લાન ઘડ્યો હતો. આ માટે તે મનોજ નામના તેના મિત્ર પાસેથી જિલેટિન અને ડિટોનેટર લાવ્યો હતો.”