ગુજરાતમાં લગ્નની સિઝનને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે ગુજરાત સરકારે સોમવારે મહત્વનો નિર્ણય લઈને લગ્ન સમારંભમાં 200 વ્યક્તિને છૂટ આપી છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં હવે લગ્ન સમારંભમાં 100ને બદલે 200 લોકોની છૂટ આપવામાં આવી છે.
આ છૂટછાટમાં પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. આ છૂટછાટનો અમલ 3 નવેમ્બરથી રાજ્યભરમાં થશે. અલબત્ત, બંધ હોલમાં આવા સમારંભના કિસ્સામાં હોલની કેપેસિટીના 50 ટકા સુધી જ છૂટ અપાશે. કોરોનાના પગલે લોકડાઉન અને ત્યાર બાદ અનલોકની પ્રક્રિયા અંતર્ગત અગાઉ રોકાયેલા લગ્ન પ્રસંગોમાં હવે ગતિ આવે એવી શક્યતા છે.
