મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્ય સરકારને મરાઠી ભાષા પર પ્રેમ ઉભરાયો છે. મહારાષ્ટ્રના વિધાનસભા અને વિધાનપરિષદમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને મહાનગરપાલિકાના સત્તાવાર કામોમાં મરાઠી ભાષાને ફરજિયાત કરતાં ખરડાને સર્વસંમતી બહાલી આપવામાં આવી છે.
રાજ્યના પ્રધાને સુભાષ દેસાઈ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સત્તાવાર ભાષા ધારા, 1964માં સ્થાનિક ઓથોરિટી માટે તેમા સત્તાવાર કામોમાં મરાઠીને ફરજિયાત બનાવવામાં આવી નથી, તેથી આ ખરડાની જરૂર હતી. દરેક સ્થાનિક ઓથોરિટીએ લોકો સાથેના વ્યવહાર અને આંતરિક કામગીરીમાં પણ મરાઠીને ઉપયોગ કરવો પડશે.જોકે વિદેશી રાજદૂતો સાથે દૂરસંચાર જેવા સરકારી કામોમાં અંગ્રેજી કે હિન્દીનો ઉપયોગ કરી શકાશે.