અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે. બુધવારના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહિના સુધી ચાલનારા આ સમારોહ પ્રારંભ કરાવ્યો હતો.
નિર્ગુણ બ્રહ્મભટ્ટ પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે ‘સેવા’ આપતા અનેક NRI સ્વયંસેવકોમાંના એક છે. અમદાવાદમાં આ મહોત્સવની ઉજવણી માટે 600 એકર જમીનમાં પ્રમુખ સ્વામી મહાનગર નગર તૈયાર કરવામાં આવ્યું છે.
બ્રહ્મભટ્ટ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સિનિયર પોર્ટફોલિયો મેનેજર તરીકે કામ કરે છે. પ્રોફેશનલ લાઇફમાંથી આ વિરામને કારણે આવકમાં કોઈ નુકસાન થવાની તેમને ચિંતા નથી. તેમણે જણાવ્યું હતું કે “પ્રમુખ સ્વામીજીએ આખી જીંદગી આપણામાંના દરેક માટે કામ કર્યું હોવાથી, હવે આપણો વળતર ચૂકવવાનો વારો છે. તેથી જ હું મારી `સેવા’ અર્પણ કરવા અહીં આવ્યો છું. સંતોના જીવનના પાઠ, જે મને બાળપણમાં શીખવવામાં આવ્યા હતા, તેનાથી મને મારી કારકિર્દી અને મારા વ્યક્તિત્વને પણ આકાર આપવામાં મદદ મળી છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેનેડામાં છ વર્ષ સુધી કામ કરનારા દેવરાજ પંડ્યા જાન્યુઆરીના મધ્યમાં ઉજવણીના અંત સુધી સ્વયંસેવક તરીકે કામ કરશે. તેમણે જણાવ્યું હતું કે “મારો પરિવાર BAPS સાથે ત્રણ પેઢીઓથી જોડાયેલો છે. હું છેલ્લા દસ દિવસથી અહીં સ્વયંસેવક તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું અને ઉત્સવના અંત સુધી અહીં રહીશ. સ્વયંસેવકો હોય કે મુલાકાતીઓ હોય NRI માટે આ જીવનભરની ક્ષણ સાબિત થશે.
સુરેશ લિંબાચીયા યુનાઇટેડ કિંગડમથી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે “હું 1974થી BAPS (જે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા માટે વપરાય છે)નો અનુયાયી છું અને આવા તહેવારો દરમિયાન હંમેશા મારી સેવા આપું છું. એકલા યુકેમાંથી 5,000 સહિત વિશ્વભરના લોકો આગામી એક મહિનામાં આ સ્થળની મુલાકાત લેશે.