વિશ્વના ઘણા દેશોએ પર્યટન ઉદ્યોગને મજબૂત કરવા માટે પર્યટન સ્થળો ખોલવાનું શરૂ કરી દીધું છે. યુરોપના મોટા ભાગના દેશો ઐતિહાસિક સ્થળોને અનલૉક કરી ચૂક્યા છે.
બાકીના દેશો 15 જૂનથી ખોલી રહ્યા છે. લૉકડાઉનમાં સૂના પડી ગયેલાં આ ઐતિહાસિક સ્થળો ફરી સહેલાણીઓથી હર્યાભર્યા થઇ રહ્યાં છે.
ફ્રાન્સ: પેલેસ ગાર્નિયર ઓપેરા વિશ્વનું સૌથી જાણીતું ઓપેરા હાઉસ છે. આ ઐતિહાસિક સ્મારક અંદાજે 3 મહિનાથી બંધ હતું. આયોજન સપ્ટે.થી થશે. પેરિસમાં દર વર્ષે 3 કરોડ સહેલાણી આવે છે.
ઇટાલી: મશહૂર પર્યટન સ્થળ કોલોઝિયમ 3 મહિને અનલૉક થયું છે. વેટિકન મ્યુઝિયમ, પીસાનો ઢળતો મિનારો જેવા સ્પોટ પણ ખૂલી ગયા છે. રોમમાં દર વર્ષે 90 લાખ પર્યટક પહોંચે છે.
સ્પેન: સેન્ટ્રલ મેડ્રિડની પૂર્વમાં બનેલો રેટિરો પાર્ક બગીચા, તળાવો, રમતનાં મેદાનો અને લીલોતરીથી હર્યોભર્યો છે. બે મહિના બાદ ખૂલ્યો છે. મેડ્રિડમાં દર વર્ષે અંદાજે 80 લાખ પર્યટક આવે છે.