ભારતીય રિઝર્વ બેન્કે (આરબીઆઇ)એ ભારતીય ચલણ રૂપિયામાં દ્વિપક્ષીય વેપાર કરવાનું વ્યવસ્થાતંત્ર જાહેર કર્યા પછી ઘણા દેશોએ ભારત સાથે ભારતીય ચલણમાં દ્વિપક્ષીય વેપાર કરવાનો રસ દર્શાવ્યો છે. સરકારે સંપૂર્ણ કેપિટલ એકાઉન્ટ કન્વર્ટિબિલિટી અંગે પણ પગલાં લીધા છે તેમ કેન્દ્રીય નાણા પ્રધાન સીતારમણને મંગળવારે જણાવ્યું હતું.
એક સમીટ 2022માં નિર્મલા સીતારામને ઉમેર્યું હતું કે હવે જૂના ફોર્મેટમાં રૂબલ-રૂપીની વ્યવસ્થા નથી. હવે તે રૂપિયામાં દ્વિપક્ષીય વેપાર છે. રિઝર્વ બેન્કે મહત્ત્વના સમયે તેની જાહેરાત કરી છે. ઘણા દેશોએ રૂપીમાં ટ્રેડ કરવાનો રસ દર્શાવ્યો હોવા અંગે ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે આ રીતે ભારતના અર્થતંત્રને કલ્પના પણ ન શકાય તેવી રીતે ખુલ્લુ મૂકવામાં આવી રહ્યું છે. મહામારી પછી ભારત ઘણા આવા અજોડ વિકલ્પો લાવી રહ્યું છે. હું એ હકીકતને હાઇલાઇટ કરવાં માગું છું કે અમે અર્થતંત્ર અંગે ઘણું મુક્ત વલણ ધરાવીએ છીએ. બીજા દેશો સાથેની મંત્રણા પણ વધુ ખુલ્લું મન છે. અમે આપણું ડિજિટલ પ્લેટફોર્મ સીમા પારના ટ્રાન્ઝેક્શન કરી તેવું બનાવવા માગીએ છીએ.
અહીં ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેન્કે જુલાઇમાં વિગતાવાર પરિપત્ર જારી કર્યો હતો અને રૂપિયામાં નિકાસ અને આયાતના સોદા માટે વિશે વ્યવસ્થા કરવા બેન્કોને સૂચના આપી હતી. ભારતીય ચલણમાં વૈશ્વિક વેપાર કમ્યુનિટી રસમાં વધારાને પગલે રિઝર્વ બેન્કે આ હિલચાલ કરી હતી.
ભારતીય રૂપિયામાં વિદેશ વેપારના ટ્રાન્ઝેક્શનની છૂટ આપવાની રિઝર્વ બેન્કની જાહેરાત સમયસરની હતી અને તે ભારતીય ચલણને વૈશ્વિક બનાવવાનું એક પગલું છે. હાલમાં ભારત અને રશિયા વચ્ચેનો મોટાભાગના દ્વિપક્ષીય વેપારનું સેટલમેન્ટ રૂપિયામાં થાય છે. યુક્રેન પર રશિયાના હુમલાને પગલે અમેરિકા અને યુરોપના દેશોએ રશિયા પર પ્રતિબંધો મૂકેલા છે.