વિશ્વમાં કોરોનાવાઈરસના સેકન્ડ વેવના કિસ્સામાં વિશ્વના કેટલાક મોટા દેશોના ક્રેડિટ રેટિૅગ્સમાં ઘટાડો અથવા ડાઉનગ્રેડ થવાની શક્યતા છે, એમ એસ એન્ડ પી ગ્લોબલના એક રિપોર્ટમાં જણાવાયું છે.
કોરોનાને કારણે આરોગ્ય વ્યવસ્થા , વિવિધ ક્ષેત્રો માટે નાણાકીય સહાય અને પ્રોત્સાહન પેકેજોને કારણે કેટલાક દેશોની નાણાંકીય સ્થિતિ એકદમ કથળી ગઈ છે. એસએન્ડપીએ આ અગાઉ આશરે ૬૦ દેશોના રેટિંગ આઉટલુકને ડાઉનગ્રેડ કર્યા છે અથવા તેમાં પર કાપ મૂકયો છે. કેટલાક દેશોના દેવામાં જીડીપીની સરખામણીમાં મોટો વધારો થયો છે.
યુરોપિયન યુનિયન, જાપાન અને બ્રિટન જેવા કેટલાક વિકસિત દેશોએ જંગી સ્ટીમ્યુલસ પેકેજનો જાહેર કર્યા છે તેનાથી રેટિંગ્સને અસર થઈ શકે છે. એસ એન્ડ પી હાલમાં રેટિંગ્સ આપે તેવા દેશો પૈકીના ૩૧ દેશો હાલમાં નેગેટિવ આઉટલુકસ ધરાવે છે.