ભારત અમેરિકાને પાછળ રાખીને વિશ્વમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બીજા ક્રમનો સૌથી વધુ આકર્ષક દેશ બન્યો છે. નીચા ઉત્પાદન ખર્ચને કારણે ભારતને ચીન પછી બીજો ક્રમ હાંસલ કરવામાં મદદ મળી છે, એમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડના એક અહેવાલમાં જણાવાયું હતું.
ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ-2021માં ચીન પહેલા સ્થાને છે. યુરોપ, અમેરિકા અને એશિયા-પેસિફિકના 47 દેશમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સ માટે આકર્ષક ડેસ્ટિનેશનનુ આકલન કરે છે. અધિક માગવાળા મેન્યુફેક્ચરિંગ ડેસ્ટિનેશનમાં કેનેડા ચોથા, ચેક ગણરાજ્ય પાંચમા, ઈન્ડોનેશિયા છઠ્ઠા સ્થાને છે.
ગયા વર્ષે આ રિપોર્ટમાં અમેરિકા બીજા સ્થાને હતું, જેને હવે ભારતે ત્રીજા સ્થાને ધકેલી દીધા છે.કુશમેન એન્ડ વેકફીલ્ડના જણાવ્યા અનુસાર મેન્યુફેક્ચરર્સ અમેરિકા અને એશિયા-પ્રશાંત ક્ષેત્રની સરખામણી ભારતમાં વધારે રસ બતાવી રહ્યા છે. ભારત કાર્યરતની પરિસ્થિતિઓ અને ખર્ચ કાર્યક્ષમતાના કારણે ઉત્પાદન હબ તરીકે આકર્ષણુ વધાર્યુ છે. વાર્ષિક ધોરણે ભારતની રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે.
આત્મનિર્ભર અને પીઆઈએલ યોજનાથી ભારતને હકારાત્મક અસર થઈ છે. ભારતને વિશ્વની ફેક્ટરી બનાવવા માટે આત્મનિર્ભર અને પીઆઈએલ યોજનાએ લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં આઇફોન એસેમ્બલ કરવાવાળી તાઇવાનની કંપની વિસ્ટ્રોન કોપ હવે લેપટોપ, મોબાઇલ, આઇટી પ્રોડક્ટ બનાવશે. આ માટે ભારતે ઓપ્ટિમિસ ઇલેક્ટ્રોનિક્સ સાથે હાથ મિલાવ્યા છે.