ચેલ્સી ફ્લાવર શોના આરએચએસ અને ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઑફ યુનિટીમાં સમલૈંગિક યુગલના પ્રથમ લગ્નનું આયોજન કરાયું હતું. પોતે જ ડિઝાઇન કરેલા ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઑફ યુનિટીમાં ગાર્ડન ડિઝાઈનર મનોજ માલદેએ ક્લાઈવ ગિલમોર સાથે પરંપરાગત હિન્દુ ભારતીય વિધિ મુજબ  લગ્ન કર્યા હતા.

યુકેમાં 2014માં કાયદેસર કરાયેલા સમલૈંગિક લગ્ન પ્રસંગે ફૂલોની માળા અને સજાવટ સાથે જાપાનીઝ ચેરી, કાર્ડૂન અને ઓરેગાનો સહિતના છોડથી ઘેરાયેલા, દંપતીએ દર્શકો, મિત્રો અને રંગીન પોશાક પહેરેલા પરિવારજનો સામે લગ્ન કર્યા હતા. તેમણે બગીચાની મધ્યમાં અગ્નિ ફરતે ફેરા ફર્યા ત્યારે સિતાર અને વાંસળીના સુર રેલાયા હતા.

RHS જજ જેમ્સ એલેક્ઝાન્ડર-સિંક્લેરે સમારોહની માહિતી આપી મહેમાનોને નાળિયેર, વીંટી સાથેના કલશને આશીર્વાદ આપવા કહ્યું હતું. સફેદ ફૂલોની માળા અર્પણ કર્યા બાદ દંપતીએ કેન્સિંગ્ટન અને ચેલ્સિયાના રજિસ્ટ્રાર સ્ટીવન લોર્ડ સાથે શપથ લીધા હતા.

કેન્યાના મોમ્બાસામાં જન્મેલા માલદે એવા લોકો માટે હોર્ટીકલ્ચરને ખોલવા માંગે છે જેમને પરંપરાગત રીતે બાકાત રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY