પીઢ અભિનેતા મનોજ બાજપેયીએ બોલીવૂડમાં પોતાનો અલગ જ ચાહક વર્ગ ઊભો કર્યો છે. તાજેતરમાં તેમની 100મી ફિલ્મ ‘ભૈયાજી’ રીલિઝ થઈ છે. આ ફિલ્મના ટ્રેલર પરથી એવું માનવામાં આવતું હતું કે આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ હશે. ભૈયાજીનું પાત્ર મનોજ બાજપેયી ભજવ્યું છે. આ ફિલ્મમાં તેમની ભૂમિકા પણ એકદમ અનોખી હતી.
ફિલ્મની કહાનીમાં દર્શાવ્યા મુજબ બિહારના સીતામંડી, પુરારીના રહેવાસી રામચરણ ઉર્ફે ભૈયાજી તેમના ગામમાં એક જુદી જ પ્રતિષ્ઠા ધરાવે છે. શાંત સ્વભાવના ભાઈ ગામમાં ભગવાન સમાન ગણાય છે. એક સમય હતો જ્યારે ભૈયાજીની છાપ ખૂંખાર વ્યક્તિ તરીકેની હતી. તેમણે ઘણા લોકોની હત્યા કરી હતી.
પરંતુ હવે તેમનું વ્યક્તિત્વ બદલાયું છે. દિલ્હીમાં અભ્યાસ કરતા ભૈયાજીના નાના ભાઈની હત્યા કરવામાં આવી હતા. આ હત્યા પાછળ એક વગદાર પિતા-પુત્રનો હાથ હતો. આવી સ્થિતિમાં, જ્યારે ભૈયાજીની વિનંતીઓને નકારવામાં આવતા તેમણે બદલો લેવાનો નિર્ણય લીધો હતો. હવે આગળની કહાની જાણવા ફિલ્મ જોવી રહી. ફિલ્મમાં મનોજ બાજપેયીએ તેમનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.
ઝોયા હુસૈન ભાઈની ભાવિ પત્ની બની છે. ઝોયાએ તેનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. આ ફિલ્મમાં અભિનેત્રી ભાગીરથીબાઈ કદમે મનોજની નાની માતાનો રોલ કર્યો છે. ભાગીરથીનો અભિનય પણ ઘણો સારો છે. વિપિન શર્મા મગનની ભૂમિકામાં છે, જે એક પોલીસમેન છે અને ગુંડાઓનો બાતમીદાર છે. તેણે કોમેડી પણ કરી હતી. જ્યારે જતીન ગોસ્વામી અને સુવિન્દ્ર વિક્કી વિલનની ભૂમિકામાં છે. આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક અપૂર્વ સિંહ કાર્કી છે. આ પહેલા તેમણે મનોજ બાજપેયી સાથે ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ બનાવી હતી.