ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહરાવની જન્મશતાબ્દીની ઉજવણી કરવામાં આવી રહી હોવા વચ્ચે તેલંગણા વિધાનસભાએ નરસિંહરાવને મરણોત્તર દેશનો સર્વોચ્ચ ‘ભારતરત્ન’ એવૉર્ડ આપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરતા ઠરાવને ગયા સપ્તાહે મંજૂરી આપ્યા બાદ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા એમ. વીરપ્પા મોઈલીએ બુધવારે જણાવ્યું હતું કે નરસિંહ રાવની જેમ જ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહને પણ ‘ભારતરત્ન’ એવૉર્ડથી નવાજવામાં આવવા જોઈએ. કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન મોઈલીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહરાવ યોગ્ય રીતે જ આ એવૉર્ડ મેળવવાને પાત્ર છે, પરંતુ મનમોહનસિંહે દેશના અર્થતંત્રને સુધારવામાં આપેલા યોગદાન બદલ તેમને પણ આ એવૉર્ડ આપવામાં આવવો જોઈએ.