ગેમ્સ માટે ક્વાલિફાઇ થયેલી પ્રથમ ભારતીય મહિલા સ્વિમર બની
અમદાવાદની માના પટેલ જાપાનમાં યોજાનારા ટોકિયો ઓલિમ્પિક ગેમ્સમાં માટે ક્વોલિફાઇ થઈ છે. માના પટેલ પહેલી ભારતીય સ્વિમર બની છે કે જેણે ભારતીય સ્વિમર તરીકે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. કેન્દ્રીય પ્રધાન કિરણ રિજિજુએ આ અંગેની જાહેરાત કરતી ટ્વીટ કરીને માના પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી.
રિજિજુએ ટ્વિટ કરીને જણાવ્યું છે હતું કે, “બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલ પહેલા ભારતીય મહિલા અને ત્રીજા ભારતીય બન્યા છે કે જેમણે સ્વિમર તરીકે ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું, જેઓ યુનિલર્સાલિટી ક્વોટા દ્વારા ક્વોલિફાય થયા છે, ખુબ સરસ.”
સ્વીમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે યુનિલર્સાલિટી ક્વોટા મારફત માના પટેલની પસંદગી થઈ છે. માના પટેલ ટોકિયો ગેમ્સમાં 100 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. માના પટેલનો જન્મ 18 માર્ચ 2000માં થયો છે, જે 735 પોઈન્ટ્સ ધરાવે છે. માનાએ 8 વર્ષની ઉંમરથી સ્વિમિંગ શરુ કર્યું હતું. 10 વર્ષની ઉંમરે પ્રોફશનલ સ્વિમિંગ શરુ કર્યું હતું. તેને અત્યાર સુધી સ્વિમિંગમાં 72 નેશનલ અને 25 ઇન્ટરનેશનલ મેડલ મેળવ્યા છે
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ માના પટેલને અભિનંદન આપતા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્વિમર માના પટેલ ટોકિયો ખાતે યોજાનાર ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. માના પટેલ ઓલિમ્પિકના Universality Places માટે ક્વોલિફાય થનારા પ્રથમ મહિલા અને ત્રીજા ભારતીય સ્વિમર છે.