પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના પ્રધાન અખિલ ગિરિ આદિવાસી મહિલા પ્રેસિડન્ટ દ્વૌપતિ મૂર્મુ અંગે શનિવાર (13 નવેમ્બર)એ અભદ્વ ટીપ્પણી કરતા મોટો વિવાદ ઊભો થયો હતો. તેમણે જણાવ્યું હતું કે ‘અમે કોઈને તેમના દેખાવથી નથી આંકતા, અમે રાષ્ટ્રપતિના હોદ્દાનું સન્માન કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?’
ભારતના પ્રેસિડન્ટનું આ બીજી વખત અપમાન છે. અગાઉના કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન દાસ ચૌધરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધ્યાં હતા આ વિવાદાસ્પદ ટીપ્પણીની ભાજપ સહિતના તમામ પક્ષોએ આકરી ટીકા કરી હતી. સત્તાધારી ટીએમસીએ પણ તેની ટીકા કરી હતી. ગિરિએ પોતે પણ માફી માગી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાષ્ટ્રીય મહિલા પંચને ફરિયાદ કરીને અને મુખ્યપ્રધાન મમતા બેનર્જીને તેમને મંત્રીમંડળમાંથી કાઢી મૂકવાની માગણી કરીને દબાણ જાળવી રાખ્યું હતું.
એક વીડિયોમાં ગિરિ બીજેપીની ટીકાનો જવાબ આપતા જણાવે છે કે. “તેમને (સુવેન્દુ અધિકારી) કહ્યું છે કે હું દેખાવડો નથી. પરંતુ તે કેટલો સુંદર છે? અમે કોઈનું તેમના દેખાવના આધારે મૂલ્યાંકન કરતા નથી. અમે રાષ્ટ્રપતિના હોદ્દાનું સન્માન કરીએ છીએ, પણ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?” ગિરિએ નંદીગ્રામમાં આ વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી અને તેનો વીડિયો વાઇરલ થયો હતો.
ભાજપના નેતા અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ અંગે ગિરિની ટિપ્પણીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું અપમાન કર્યું છે.” છેલ્લી વસ્તી ગણતરી મુજબ દેશમાં આદિવાસી લોકોની સંખ્યા 10.5 કરોડ હતી.
મુંડાએ જણાવ્યું હતું કે “રાષ્ટ્રપતિનું અપમાન માત્ર શરમજનક જ નથી, પણ દુર્ભાગ્યપૂર્ણ પણ છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે, ટીએમસી સરકારનું નેતૃત્વ પણ એક મહિલા કરે છે અને તેમની પાર્ટી એક મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કરી રહી છે જે આદિવાસી નેતા પણ છે.