ફ્રાન્સની સરકારે સોમવારે જણાવ્યું હતું કે માલીમાં તેના હવાઇ હુમલામાં અલ-કાયદા સાથે જોડાયેલા 50થી વધુ જેહાદીઓનો ખાતમો બોલાયો હતો. બુર્કિના ફાસો અને નાઇજરની સરહદો નજીકના વિસ્તારમાં 30 ઓક્ટોબરે હવાઈ હુમલા કરાયા હતા. આ વિસ્તારમાં સરકારી દળો અને ઇસ્લામિક ત્રાસવાદીઓ વચ્ચે જંગ ચાલુ છે.
માલીની કામચલાઉ સરકારના સભ્યો સાથેની બેઠક બાદ ફ્રાન્સના સંરક્ષણપ્રધાન ફ્લોરેન્સ પાર્લીએ જણાવ્યું હતું કે સરહદ પરના ત્રણ વિસ્તારમાં વિશાળ મોટરસાઇકલ કાફલો જઈ રહ્યો હોવાની ડ્રોન મારફત માહિતી મળ્યા બાદ ફ્રાન્સની આગેવાની હેઠળના એન્ટી જેહાદી ઓપરેશન ચાલુ કરાયું હતું, જેમાં 50 જેહાદીનો મોત થયા હતાં અને શસ્ત્રો અને દારુગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. આશરે 30 મોટલાઇકલનો નાશ થયો હતો.