વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે લક્ષદ્વીપમાં એક પ્રાચીન બીચ પર આરામ કર્યો હતો. (ANI Photo)

લક્ષદ્વીપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે ભારત અને માલદીવ્સ વચ્ચે વિવાદ ઊભો થયો છે ત્યારે યુરોપિયન યુનિયનના તાજેતરના એક અહેવાલમાં જણાવાયું હતું કે કે માલદીવ્સમાં 2023ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ્સ (PPM) અને પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC)ના શાસક ગઠબંધને ભારત વિરોધી લાગણીઓ ભડાવી હતી અને અને જુઠ્ઠાણા ફેલાવાનો પ્રયાસ કર્યો હતો.

માલદીવ્સમાં યુરોપિયન ચૂંટણી નિરીક્ષણ મિશન (EU EOM)એ ગયા વર્ષે 9 અને 30 સપ્ટેમ્બરના રોજ બે રાઉન્ડમાં યોજાયેલી ચૂંટણીના અંગે મંગળવારે તેનો અંતિમ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

હિંદ મહાસાગરમાં આ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં 11-સપ્તાહના લાંબા અવલોકન પછી  EU EOMએ જણાવ્યું હતું કે માલદીવ્સ પર ભારતના પ્રભાવ અંગેની ચિંતા દર્શાવીને PPM-PNC ગઠબંધને આ અભિયાન ચલાવ્યું હતું. તેમના અભિયાનમાં ભારતીય પ્રભાવોના ભય અને દેશમાં ભારતીય સૈન્ય કર્મચારીઓની હાજરી અંગેની ચિંતાના આધારે ભારત વિરોધી ભાવનાઓનો સમાવેશ થાય છે

EU મિશનએ નોંધ્યું છે કે ચૂંટણીપ્રચાર અંગે ઊભા કરવામાં આવેલા ફંડ અને નાણાકીય ખર્ચમાં કોઇ પારદર્શકતા ન હતી અને તેના પર કોઇ અસરકારક દેખરેખ પણ ન હતી. સરકારી જાહેર માધ્યમો સહિતના માલદીવ્સના મીડિયામાં પણ રાજકીય પક્ષપાત હતો. બીજી તરફ સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવામાં આવી હતી.

 

LEAVE A REPLY