અમેરિકાના મોટાભાગની હૉસ્પિટલ કોવિડ 19ના દર્દીઓની સારવાર કરવા માટે મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનનો ખૂબ જ ઉપયોગ કરી રહી છે. એક રિપોર્ટ દ્વારા મળતી જાણકારી અનુસાર કોરોના વાયરસના દર્દીઓના સારવાર માટે મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વિન હાલમાં ઉપચારમાં પ્રથમ આવતી દવા છે. જ્યારે ટોસિલિજુમાબ બીજા નંબરે આવે છે.
ભારતીય અમેરિકન હૃદય રોગના નિષ્ણાંત નિહાર દેસાઇએ જણાવ્યું છે કે એચસીક્યૂ દવા સૌથી વધુ ઉપયોગમાં લેવાઇ રહી છે કારણ કે આ વિટ્રો ડેટા દેખાય છે કે આ દવા વાયરસના પ્રભાવને ઓછું કરે છે અને હાલની પરિસ્થિતિમાં જોવા મળતા પુરાવા અનુસાર આ દવા યોગ્ય છે.
તેમણે કહ્યું, આ સસ્તી દવા છે. દશકોથી તેનો ઉપયોગ થઇ રહ્યો છે અને લોકોને પણ માફક આવે છે. અમે અમારા બનતા પ્રયત્નો કરી રહ્યા છે. આશા છે કે આપણે કોરોના વાયરસ જેવી મહામારીમાંથી ફરીથી પસાર ન થઇએ. તેમના ટાઉનની ન્યૂ હેવન હૉસ્પિટલ લગભગ કોરોનાના દર્દીથી ભરાઇ ગઇ છે.
અહીં 400થી વધારે દર્દીઓ છે. શુક્રવારે અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને કોવિડ-19 દર્દીઓના ઉપચાર માટે એન્ટી વાયરલ દવાનો ઉપયોગ કરવાની પરવાનગી ઇમરજન્સી યુઝ ઓથોરિટીને આપી દીધી છે. કોરોના વાયરસના દર્દીઓના ઉપચાર માટે ડ્ર્ગ એડમિનિસ્ટ્રેશનથી ઇએયૂ પ્રાપ્ત કરનાર પ્રથમ દવા એચસીક્યૂ હતી.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એચસીક્યૂ દવાના ઉપયોગની વકાલત કરતા રહે છે, જેનાથી ન્યૂયૉર્ક અને કેટલાય અન્ય જગ્યાએ દર્દીને ઠીક થઇ રહ્યા છે. રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે મેલેરિયાની દવા કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિના શરૂઆતી તબક્કામાં પ્રભાવી રહી છે પરંતુ તેનાથી હૃદયની બિમારીથી પીડાતા લોકો માટે જોખમરૂપ બની શકે છે. ટ્રમ્પની વિનંતી પર ભારતે અમેરિકાને 50 મિલિયન એચસીક્યૂ ટેબલેટ મોકલી હતી.