ચીન સાથે તંગદિલી વચ્ચે ભારતે સોમવારે જણાવ્યું હતું કે મલાબાર ખાતેના નૌકાદળના યુદ્ધાભ્યાસમાં અમેરિકા અને જાપાનની સાથે ઓસ્ટ્રેલિયા પણ સામેલ થશે.
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેરિટાઇન સિક્યોરિટી ક્ષેત્રમાં ભારત બીજા દેશો સાથેના સહકારમાં વધારો કરવા માગે છે અને ઓસ્ટ્રેલિયા સાથેના સંરક્ષણ સહકારમાં વધારાને પગલે મલાબાર 2020માં ઓસ્ટ્રેલિયાનું નૌકાદળ પણ સામેલ થશે.
જાપાન અને અમેરીકાએ પહેલા જ આ કવાયત માટે સામેલ થવા માટે પુષ્ટિ આપી હતી.. ભારતના આ પગલાંથી એક બાજુ QUAD સંગઠનની મજબૂતાઈમાં વધારો થશે અને ચીનની બેચેનીમાં વધારો થશે. એવું પહેલી વાર બની રહ્યું છે કે QUADના દરેક સભ્યો એક સાથે સૈનિક અભ્યાસમાં સામેલ થશે. માલાબાર સૈનિક અભ્યાસ દ્વારા ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરીકાના નૌકાદળ નવેમ્બરમાં બંગાળની ખાડીમાં સાથે યુદ્ધઅભ્યાસ કરશે.