અમેરિકાની કોંગ્રેસને મોકલવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે નરેન્દ્ર મોદી સરકારનો મેક-ઇન ઇન્ડિયા પ્રોગ્રામ બંને દેશોના વેપારને નિયંત્રિત કરતા પડકારો સમાન છે. અમેરિકામાં પ્રેસિડન્ટ જો બાઇડનના વહીવટીતંત્રના વેપાર એજન્ડા પરનો આ પ્રથમ અહેવાલ છે. બાઇડને સરકારે વેપાર અવરોધનો દૂર કરવાની બાબતને પ્રાધાન્ય આપશે.
2021 ટ્રેડ પોલિસી એજન્ડા અને 2020 એન્યુઅલ રિપોર્ટ નામના અહેવાલમાં જણાવાયું છે કે મેક-ઇન ઇન્ડિયા પ્રોગ્રામ મારફત આયાતમાં ઘટાડો કરવાની ભારતની તાજેતરની યોજના દ્વિપક્ષીય વેપાર સંબંધો સામે પડકાર સમાન છે. બજારને ખુલ્લા મૂકવા અને વેપાર અવરોધોમાં ઘટાડો કરવો કોઇપણ ટ્રેન્ડ એજન્ડાનો મૂળભૂત સિદ્ધાંત હોય છે. આ બાબત બાઇડેન વહીટવટીતંત્રની પ્રાથમિકતા હશે.
આ અહેવાલમાં 2019 અને 2020માં વેપાર સમજૂતી કરવા માટે બંને દેશો વચ્ચે થયેલા મંત્રણાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારત વિશાળ માર્કેટ ધરાવે છે અને અમેરિકાના ઘણા નિકાસકારો માટે તે આવશ્યક બજાર છે. પરંતુ વેપાર નિયંત્રિત નીતિઓથી દ્વિપક્ષીય વેપાર સંબંધોની પૂરી ક્ષમતા બહાર આવતી નથી.