Modi won elections because of charisma, not degrees: Ajit Pawar
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વરિષ્ઠ નેતા અજિત પવાર. (ANI Photo)

મહારાષ્ટ્રમાં રવિવારે મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી અને શરદ પવારની આગેવાની હેઠળના નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અજિત પવાર પક્ષમાં બળવો કરીને સરકારમાં જોડાઈ ગયા હતા. અજિત પવારે શિવસેના-ભાજપની ગઠબંધન સરકારમાં ડેપ્યુટી મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. અજિત પવાર ઉપરાંત 8 ધારાસભ્યો છગન ભુજબલ, ધનંજય મુંડે, અનિલ પાટીલ, દિલીપ વલસે પાટીલ, ધર્મરાવ આત્રામ, સુનિલ વલસાડ, અદિતિ તટકરે અને હસન મુશરફે પ્રધાન તરીકે શપથ લીધા હતા.

નવેમ્બર 2019માં અજિત પવારે પક્ષમાં બળવો કર્યો અને દેવેન્દ્ર ફડણવીસ સાથે સરકાર બનાવી અને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે બે દિવસમાં સરકાર તૂટી પડી હતી. અજિત પવારે જણાવ્યું હતું કે સમગ્ર એનસીપી તેમના સમર્થનમાં છે. એનસીપીના બહુમતી ધારાસભ્યો અને આખી પાર્ટીએ સરકારમાં રહેવાનું નક્કી કર્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે અજિત પવાર દિગ્ગજ નેતા શરદ પવારના ભત્રીજા છે અને તેઓ ઘણા સમયથી નારાજ હતા. શરદ પવારે તાજેતરમાં તેમની પુત્રી સુપ્રિયા સુલેને પાર્ટીના અધ્યક્ષ બનાવતા તેમની નારાજગીમાં વધારો થયો હતો.

 

LEAVE A REPLY