‘કેશ ફોર ક્વેરી’ના આરોપોમાં એથિક્સ કમિટીના રિપોર્ટ પછી તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની લોકસભામાંથી હકાલપટ્ટી કરાઈ હતી. સંસદમાં નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા પ્રશ્નો પૂછવાના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી ₹2 કરોડ રોકડ અને “લક્ઝરી ગિફ્ટ આઇટમ્સ” સહિતની લાંચ લેવાનો મોઇત્રા સામે આરોપ હતો.
મોઇત્રા નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવીને ઉદ્યોગપતિ ગૌતમ અંદાણી અંગે સંસદમાં પ્રશ્નો પૂછતાં હતા અને તેના બગલામાં દર્શન હિરાનંદાની પાસેથી લાંચ લીધી હતી. દર્શન હિરાનંદાની મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ગૌતમ અદાણીના હરીફ છે.
મોઇત્રા પર સંસદીય વેબસાઇટ પરના ગોપનીય ખાતામાં લોગ-ઇનની વિગચો આપવાનો પણ આરોપ હતો. તેનાથી હિરાનંદાની સંસદમાં સીધા પ્રશ્નો પોસ્ટ કરી શકતાં હતા. મોદી સરકારના ઉગ્ર ટીકાકાર મોઇત્રાએ લાંચના આરોપોને નકારી કાઢ્યા હતાં પરંતુ લોગ-ઇન વિગતો શેર કરવાનું સ્વીકાર્યું હતું.
સંસદમાં ઉગ્ર ચર્ચા ચર્ચા અને ધ્વનીમત પછી લોકસભામાં સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે “આ ગૃહ સમિતિના તારણો સ્વીકારે છે – કે સાંસદ મહુઆ મોઇત્રાનું વર્તન અનૈતિક અને અયોગ્ય હતું. તેથી તેમના માટે સાંસદ તરીકે ચાલુ રહેવું યોગ્ય નથી…