મહિન્દ્રા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આનંદ મહિન્દ્રા, (REUTERS Photo)

ભારત અને કેનેડા વચ્ચે રાજદ્રારી ગજગ્રાહ વચ્ચે ભારતીય અગ્રણી ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કેનેડા સ્થિત એસોસિયેટ કંપની રેસન એરોસ્પેસ કોર્પોરેશને તેનો બિઝનેસ સમેટી લીધો છે. એમ કંપનીએ તેના નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. કંપની બંધ કરવાના સમયને કારણે સોશિયલ મીડિયા પર અટકળો શરૂ થઈ હતીપરંતુ તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી. 

મુંબઈ સ્થિત ઓટોમેકર આ કંપનીમાં 11.18 ટકા હિસ્સો ધરાવી હતી. કંપની સ્વૈચ્છિક વાઇન્ડ અપ માટે અરજી કરી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)એ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “રેસનને કોર્પોરેશન્સ કેનેડા તરફથી 20 સપ્ટેમ્બર2023ના રોજ વિસર્જનનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છેજેની જાણ કંપનીને કરવામાં આવી હતી. આના પરિણામે રેસનનું અસ્તિત્વ બંધ થઈ ગયું છે.  

LEAVE A REPLY