ટેલીવિઝન ક્ષેત્રની જાણીતી અભિનેત્રી માહી વિજ ચાલીસીમાં પ્રવેશ કરી ચુકી છે. ત્રણ બાળકોની માતા, જય ભાનુશાલીની પત્ની માહીની વાત કરીએ તો તે અભિનેત્રી અને મોડેલ રહી ચુકી છે. તેણે પોતાની મહેનત અને નસીબના સાથથી ટીવીની દુનિયામાં પોતાનું સ્થાન જમાવ્યું છે.
ટીવી શો લાગી તુજસે લગનમાં નકુશા અને બાલિકા વધૂમાં નંદિનીની ભૂમિકા ભજવીને તે ખૂબ જ લોકપ્રિય થઇ હતી. 2004માં માહી મલયાલમ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. તેણે એક જ વર્ષમાં બે ફિલ્મો કરી હતી. દિલ્હીમાં ઉછરેલી માહી 17 વર્ષની ઉંમરે મુંબઇ પહોંચી ગઇ હતી. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવી હોવાથી તેણે પિતાને સ્પષ્ટ જણાવી દીધું હતું કે તે પોતાના પગ ઊભી રહેશે. મુંબઇમાં આવી મોડેલીંગથી શરૂઆત કરીને પછી તેણે નાના-મોટા પ્રોજેક્ટ કર્યાં હતા. શરૂઆતના સમયમાં માહીના જીવનમાં ઘણી મુશ્કેલી આવી પણ તેણે ક્યારેય હાર ન માની. એક સમયે તેની પાસે ઘરનું ભાડું ભરવાના રૂપિયા પણ નહોતા. માહી વિજે પોતાની કરિયરમાં અનેક સાીરિયલમાં કામ કર્યું. છેલ્લાં પાંચ વર્ષથી ગાયબ છે. તે કહે છે કે હું છેલ્લા થોડા સમયથી ઓડિયન્સથી દૂર રહી છું. પરંતુ કદાચ મા બની ગઇ એટલે કામ મળી રહ્યું નથી.