ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના ભૂતપૂર્વ સાંસદ મહેશ કુમાર કનોડિયાનું રવિવારે લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે નિધન થયું હતું. તેમની ઉંમર 83 વર્ષ હતી. મહેશ કનોડિયા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કોનડિયાના મોટાભાઈ હતા.
મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા. મહેશ કનોડીયાના નિધનથી ગુજરાતી ફિલ્મસંગીત ક્ષેત્રે જાણીતી મહેશ નરેશની જોડી ખંડિત થઈ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી મહેશ કનોડીયા પાટણ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. મહેશ કનોડિયાના નિધન અંગે અનેક રાજકીય, સામાજીક અને ફિલ્મ ક્ષેત્રના અગ્રણીઓએ સોશ્યલ મિડીયામાં દુઃખ વ્યક્ત કર્યું હતું.મહેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. મહેશ આ બેલડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને આફ્રિકા અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.