ANI_20231006181

મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સની રિટેલ કંપનીએ જિયોમાર્ટે ભારતીય ક્રિકેટ આઇકોન મહેન્દ્ર સિંહ ધોનીને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ પ્રસંગે ક્રિકેટ માહી તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે જિયોમાર્ટ સ્વદેશી ઈ-કોમર્સ બ્રાન્ડ છે, તે ભારતમાં ડિજિટલ રિટેલ ક્રાંતિને ટેકો આપવાના હેતુથી પ્રેરિત છે. ભારત તેની જીવંત સંસ્કૃતિ, લોકો અને તહેવારો માટે જાણીતું છે.

બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ધોનીનું સ્વાગત કરતા, જિયોમાર્ટના CEO સંદીપ વરાગંતીએ કહ્યું કે એમએસ ધોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક યોગ્ય પસંદગી છે, તેમનું વ્યક્તિત્વ જિયોમાર્ટના જેટલું જ વિશ્વસનીય છે. ધોનીએ રાષ્ટ્રને ઉજવણીના ઘણા પ્રસંગો આપ્યા છે.

 

LEAVE A REPLY