જૈનોલોજી અને જૈન ઓલ-પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)ના ઉપક્રમે લંડનમાં હાઉસ ઓફ કોમન્સ, વેસ્ટમિન્સ્ટર પેલેસ ખાતે 24મી એપ્રિલ 2024ના રોજ ભગવાન મહાવીરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જૈન સમુદાયના આગેવાનો, સંસદ સભ્યો, વિવિધ સમુદાયો અને શૈક્ષણિક જગ તના મહાનુભાવો એકત્ર થયા હતા.

પારુલ શાહની આગેવાનીમાં જૈન પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. IOJ ના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. મેહુલ એચ. સંઘરાજકા, MBE એ માઇલસ્ટોન વર્ષગાંઠ અને જૈન સમુદાય માટે તેના મહત્વ પર ભાર મૂકી ઉપસ્થિતોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જૈન એપીપીજીના ઉપાધ્યક્ષ હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેને જૈન સમુદાયમાં નોંધપાત્ર યોગદાન પનાર અગ્રણીઓને વાર્ષિક OneJAIN એવોર્ડ્સ એનાયત કર્યા હતા.

આ વર્ષે પુરસ્કાર મેળવનારાઓમાં નેમુભાઇ ચંદરિયા, OBE ને યુ.કે.માં જૈન ધર્મની રૂપરેખા વધારવામાં અને તેમની ત્રણ દાયકાની જુસ્સાદાર સેવા તથા તેમની મહત્વપૂર્ણ ભૂમિકા માટે વિશેષ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. તો સોનલ મહેતા, સૂરજ બાફના તથા ચંદ્રકાંત શાહનું સન્માન કરાયું હતું.

ભગવાન મહાવીરના વારસાને પ્રતિબિંબિત કરતો અને જૈન સમુદાયોને ટેકો આપવા માટે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના કાર્યની પ્રશંસા કરતો બેરોનેસ સ્કોટ ઓફ બાયબ્રુકનો વિશેષ સંદેશ વાંચવામાં આવ્યો હતો.

વેલકમ કલેક્શન ટ્રસ્ટ દ્વારા સંગ્રહિત 2,000 થી વધુ જૈન હસ્તપ્રતોને IOJમાં પુનઃસ્થાપિત કરવાની તેમની ઇચ્છા વ્યક્ત કરી હતી. કેથરિન નોલ્સે આ હસ્તપ્રતોની કાળજી અને જાળવણીની જરૂરિયાતો અંગે ચર્ચા કરી હતી. જૈન હસ્તપ્રતોની ઘોષણા અને સાંકેતિક પુનઃપ્રાપ્તિ એ આ કાર્યક્રમની વિશેષતા હતી, જેનું પ્રતિનિધિત્વ ડૉ. એડ્રિયન પ્લાઉ દ્વારા IOJ સમક્ષ કરવામાં આવ્યું હતું. ડૉ. એડ્રિયન પ્લાઉ અને કેથરિન પછી નેમુભાઇ ચંદરિયા અને જયસુખ મહેતા બંનેએ IOJ ડિરેક્ટરોને પ્રતીકાત્મક હસ્તપ્રત રજૂ કરવા ગયા હતા.

IOJ એ બર્મિંગહામ યુનિવર્સિટીને આ હસ્તપ્રતો લાંબા ગાળા માટે લોન પર આપવાની જાહેરાત કરી હતી  જેનાથી ભારતની બહાર એક અગ્રણી જૈન સંશોધન સંસ્થા તરીકે તેની ભૂમિકામાં વધારો થયો હતો.

પ્રોફેસર શાર્લોટ હેમ્પેલના નેતૃત્વમાં યુનિવર્સિટીના પ્રતિનિધિઓએ તેમના ચાલુ સંશોધનો અને જૈન હસ્તપ્રતો સાથે સમુદાયને જોડવા માટે રચાયેલ નવીન શૈક્ષણિક કાર્યક્રમોમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરી મૂલ્યવાન સાંસ્કૃતિક કલાકૃતિઓની જાળવણી અને પ્રચાર માટે તેમની પ્રતિબદ્ધતાની ખાતરી આપી. હેરોના મેયર રામજીભાઇ ચૌહાણની પ્રવચન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

મહાવીર ફાઉન્ડેશનના ચેરમેન શ્રી નીરજ સુતરિયાએ  મહાવીરના નિર્વાણની 2,550મી વર્ષગાંઠની વન જૈનના નેજા હેઠળ મોટા પાયે કરવાની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY