રાષ્ટ્રસંત પૂ.આ. શ્રીપદ્મસાગરસૂરીશ્વજી મહારાજા તથા પૂ.આ. શ્રીઅરૂણોદયસાગરસૂરીશ્વજી મ.સા.ની પ્રેરણાથી મહાવીર ફાઉન્ડેશન દહેરાસર, 557 કેન્ટન રોડ, હેરો, લંડન HA3 9RS ખાતે 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9થી શ્રી સરસ્વતી દેવી અને શ્રી મહાલક્ષ્મી દેવીની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. 8ના રોજ સવારે 9થી કુંભ સ્થાપના, અખંડ દિપક સ્થાપના અને શ્રી ક્ષેત્રપાલ સ્થાપના થશે. તા. 9ને સવારના 9થી પાટલા પૂજન, દશ દિક્પાલ સ્થાપના, નવગ્રહ સ્થાપના, અષ્ટમંગલ પૂજન થશે. તા. 10ના રોજ સવારે 9થી બન્ને દેવીઓના પ્રવેશ અને વિધાન થશે. વિધીકાર – સંગીતકાર તરીકે શ્રી હર્ષિલભાઈ અને શ્રી મોક્ષીતભાઈ ભકિતમાં તરબોળ કરશે.