Mahatma Gandhi had no law degree: Manoj Sinha claims
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (ANI Photo)

કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ શુક્રવારે વિચિત્ર દાવો કર્યો હતો કે મહાત્મા ગાંધી પાસે કોઇ યુનિવર્સિટીની ડિગ્રી ન હતી અને ઘણા શિક્ષિત લોકો માને છે કે ગાંધીજી પાસે કાયદાની ડિગ્રી હતી, પરંતુ તેમની પાસે કોઈ ડિગ્રી ન હતી. સિન્હાની ટિપ્પણીએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી હતી. આ ટીપ્પણીના ઘણા લોકોએ આકરી ટીકા કરી હતી અને મનોજ સિંહને અજ્ઞાનતાનું પ્રદર્શન ન કરવાની સલાહ આપી હતી.

વિદ્યાર્થીઓએ માત્ર ડિગ્રી માટે શિક્ષણ લેવાની જગ્યાએ તેના કરતાં વધુ મોટો લક્ષ્ય રાખવો જોઇએ તેના પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે “ગાંધીજી શિક્ષિત ન હતા તેવું કોણ બોલી શકશે? તેવુંવું કહેવાની કોઈનામાં હિંમત નથી. પરંતુ શું તમે જાણો છો કે તેમની પાસે યુનિવર્સિટીની એક પણ ડિગ્રી કે લાયકાત ન હતી. આપણામાંથી ઘણા એવા છે જેઓ માને છે કે મહાત્મા ગાંધી પાસે કાયદાની ડિગ્રી હતી. ના તેમની પાસે ન હતી. તેમની એકમાત્ર લાયકાત હાઇસ્કૂલ ડિપ્લોમા હતી. તેઓ કાયદાની પ્રેક્ટિસ કરવા માટે લાયક બન્યાં હતા. તેમની પાસે કાયદાની ડિગ્રી ન હતી.. પરંતુ  જુઓ કે તેઓ ઘણા શિક્ષિત બન્યા હતાં અને આપણા દેશના રાષ્ટ્રપિતા બન્યાં છે. સત્યના માર્ગ પર ચાલવા માટે તેમણે ગાંધીજીની પ્રશંસા પણ કરી હતી.

અભણને ગવર્નર બનાવો તો આવું જ પરિણામ આવેઃ તુષાર ગાંધી

મનોજ સિંહાની ટીપ્પણી અંગે આકરી પ્રતિક્રિયા આપતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ કહ્યું હતું કે જો તમે અભણ ગવર્નર બનાવશો તો આવું જ પરિણામ આવશે. તેમની પાસે કાયદાની ડિગ્રી હતી, પરંતુ તે ચોક્કસપણે કાયદાની સંપૂર્ણ ડિગ્રી નહોતી, જેમ કે મોદીજી પાસે પોલિટિકલ સાયન્સમાં કાયદાની સંપૂર્ણ ડિગ્રી છે. તેમણે કહ્યું કે બાપુએ તેમની આત્મકથામાં તેમની ડિગ્રીથી લઈને તેમના જીવન સુધીની દરેક બાબત લખી છે. હું મનોજ સિન્હાને આની એક કોપી મોકલીશ, જેથી તેઓ તેમની સમજણ વધારી શકે. તુષાર ગાંધીએ કટાક્ષ કર્યો હતો કે મને આશ્ચર્ય નથી થયું, હું પ્રશંસા કરવા માંગુ છું કે તેમણે પોતાની અજ્ઞાનતા આટલી નિર્ભયતાથી દર્શાવી છે. પરંતુ તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ તેમનું સ્વૈચ્છિક નિવેદન નથી.

LEAVE A REPLY