ઇ.સ. 1900માં ભેટમાં મળેલા અને ગાંધીજીએ પહેરેલા મનાતા સોનેરી ફ્રેમના ચશ્માની હરાજીમાં બ્રિટનના લીલામ ઘરના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા જ્યારે તેની હરાજી માટે 260,000 પાઉન્ડની બેઝ પ્રાઇઝ રાખી હતી.દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લેન્ડના હનમાનના ઇસ્ટ બ્રિસ્ટલ ઓકશન હાઉસના લેટરબોક્સમાં ચાર સપ્તાહ પહેલા કોઇ અજાણી વ્યક્તિ આ ચશ્મા ડ્રોપ કરી ગઇ હતી. ઓકશન હાઉસે તેની કિંમત દસ થી પંદર હજાર પાઉન્ડ આંકી હતી.
ઓનલાઇન હરાજી શરૂ થતાં તેની કિંમત વધતી ગઇ અને છેવટે છ આંકડા સુધી પહોંચી હતી.’અવિશ્વસનીય વસ્તુ માટે અવિશ્વસનીય કિંમત.જે લોકોએ આ ચશ્મા ખરીદવા માટે બોલી લગાવી હતી તે તમામનો ખુબ ખુબ આભાર’એમ ચશ્માની હરાજી કરનાર ઇસ્ટ બ્રિસ્ટલ ઓકશન હાઉસના એન્ડી સ્ટોવે શુક્રાવારે આ હરાજીની બોલીને બંધ કરતાં કહ્યું હતું.
‘આ ચશ્મા માત્ર અમારે ત્યાં થયેલી હરાજીનો એક રેકોર્ડ જ નથી, બલકે એક ઐતિહાસિક મહત્તવની જંગી શોધને પણ રજૂ કરે છે.વેન્ડરે આ ચશ્માને રસપ્રદ માન્યા હશે, પરંતુ તેનું મૂલ્ય જાણ્યું નહીં હોય અને જો આ ચશ્મા કંઇ કામના ના હોય તો તેનો નિકાલ કરવા મને કહ્યું હશે’એમ સ્ટોવે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે અમે આની કિંમત દર્શાવી હતી ત્યારે તો એ (વ્યક્તિ)ખુરશીમાંથી પડી ગઇ હશે.
આ ચશ્માને ખરીદનાર દક્ષિણ -પશ્ચિમ ઇંગ્લેન્ડમાં આવેલા ગ્લોસેસ્ટરના મેંગોસ્ફિલ્ડની કોઇ વૃધ્ધ વ્યક્તિ છે જે 260000 પાઉન્ડનો પોતાની પુત્રી સાથે ભાગ પાડશે. આ ચશ્મા ઇંગ્લેન્ડમાં એક વેન્ડરના પરિવારના વૃધ્ધ પુરૂષ પાસે હોવાનું મનાય છે જેને તેના પિતા એ કહ્યું હતું કે આ ચશ્મા તેના કાકા 1910 થી 1930 દરમિયાન દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ પેટ્રોલિયમમાં નોકરી કરતા હતા ત્યારે તેમને ભેટમાં મળ્યા હતા.