હાઈ વીકમ્બના ડ્રગ ડીલર મોહમ્મદ મહરબાનના ઘરમાંથી £42,000નું હેરોઈન અને કોકેઈન મળી આવતા તેને 23 ઓગસ્ટવના રોજ એલ્સબરી ક્રાઉન કોર્ટમાં પાંચ વર્ષ અને એક મહિનાની જેલ કરવામાં આવી હતી.

થેમ્સ વેલી પોલીસે 3 ફેબ્રુઆરીના રોજ ચિલ્ટર્ન એવન્યુમાં મોહમ્મદ મહરબાનના ઘર પર દરોડો પાડ્યો હતો. 26 વર્ષના મહરબાનને ક્લાસ એ ડ્રગ હેરોઈન ધરાવવા અને સપ્લાય કરવાના એક કાઉન્ટ માટે દોષિત ઠરાવવામાં આવ્યો હતો. તેણે ક્લાસ A ડ્રગ, ક્રેક કોકેન સપ્લાય કરવાના હેતુ સાથે કબજો ધરાવવાના એક કાઉન્ટ આરોપનો પણ સ્વીકાર કર્યો હતો.

પોલીસે મહેરબાનને આપવામાં આવેલી સજાની પ્રશંસા કરી અન્ય ડ્રગ ડીલરોને ચેતવણી આપી હતી. (Image: Thames Valley Police)

LEAVE A REPLY