P. P.O. Mahantaswami Maharaj's sojourn in Kutch

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય (બીએપીએસ)ના વડા પ. પૂ. મહંતસ્વામી મહારાજ એક એપ્રિલથી કચ્છમાં છે. ૧૫ એપ્રિલ સુધી તેમના ભુજમાં રોકાણ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ખાસ કરીને ભુજમાં નૂતન મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. ૬ એપ્રિલના રોજ ભુજના એરપોર્ટ રોડ ઉપર સવારે ૮.૩૦ કલાકે તેમના હસ્તે નૂતન મંદિરની શિલાન્યાસ વિધિ થશે. આ સિવાય વિવિધ ધાર્મિક આયોજનોમાં ૪ અને ૫ એપ્રિલના રોજ પૂજા દર્શન અને ભવ્ય કીર્તન આરાધના થશે. ૮ એપ્રિલ ના રોજ સાંજે ૫.૩૦ કલાકે ગ્રામ્ય દિન, ૯ એપ્રિલના સાંજે ૫.૩૦ કલાકે બાલ દિન, ૧૧ એપ્રિલના રોજ સાંજે ૫.૩૦ કલાકે કરીએ મંદિરે ઉમંગ કાર્યક્રમ યોજાશે.

LEAVE A REPLY