જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ મંગળવારે કથિત રીતે જાતે જ ગોળી મારીને આપઘાત કર્યો હતો. થોડા દિવસ પહેલાં તેમના કથિત વીડિયો અને ઓડિયો વાયરલ થયા હતાં.
ખડીયા ગામ સ્થિત પોતાની જ વાડીમાં રાજ ભારતી બાપુએ પોતાની લાયસન્સ વાળી પિસ્તોલથી લમણે ગોળી મારી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતુ. સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, તેમણે વાયરલ થયેલા કથિત વીડિયોને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
તાજેતરમાં વાયરલ થયેલા કથિત વીડિયોમાં રાજ ભારતી બાપુ દારૂ પીતા દેખાયા હતાં. તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં હતાં. તેનાથી તેમણે આ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચા ચાલુ થઈ હતી. શ્રી ખેતલિયાદાદા આશ્રમ મંદિર જે જુનાગઢ શહેરના ઝાંઝરડા ગામમાં આવેલ છે, જે એક પવિત્ર નાગદેવતાનું મંદિર છે.