FILE IMAGE PTI Photo)

ભારતના ટોચના ધાર્મિક સંગઠન અખિલ ભારતીય અખાડા પરિષદના વડા નરેન્દ્ર ગિરિએ ઉત્તરપ્રદેશમાં આત્મહત્યા કરી હતી, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. પ્રયાગરાજમાં તેમના નિવાસસ્થાને તેમનો મૃતદેહ મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સહિતના અગ્રણીઓએ ટ્વીટ કરીને દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે સ્યુસાઇડ નોટ મળી છે. અમે તેનો અભ્યાસ કરી રહ્યાં છીએ. તેમણે વસિયામાના સ્વરૂપમાં લખ્યું છે કે તેમના મોત બાદ આશ્રમનું શું કરવું.

અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિ અને તેમના શિષ્ય આનંદ ગિરિ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ બાદમાં તેમના વચ્ચે સમજૂતી થઈ ગઈ હતી. ત્યારે હરિદ્વારથી પ્રયાગરાજ પહોંચેલા આનંદ ગીરી પોતાના ગુરુ સ્વામી નરેન્દ્ર ગીરીના પગે પડીને માફી માગી હતી.