લોકપ્રિય ટીવી સિરિયલ મહાભારતમાં શકુની મામાની ભૂમિકા ભજવવા માટે જાણીતા બનેલા અભિનેતા ગુફી પેન્ટલનું સોમવારે વય સંબંધિત સમસ્યાઓના કારણે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 79 વર્ષના હતાં. પીઢ અભિનેતાને છેલ્લાં આઠ દિવસથી મુંબઈના અંધેરીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તેમના ભત્રીજા હિતેન પેન્ટલે જણાવ્યું હતું કે “દુર્ભાગ્યવશ, તેઓ હવે રહ્યાં નથી. સવારે 9 વાગે હોસ્પિટલમાં તેમનું નિધન થયું. તેઓ ઊંઘમાં શાંતિથી મૃત્યુ માપ્યા હતા.”ગુફી પેન્ટલે 1980ના દાયકાની હિન્દી ફિલ્મો સુહાગ, દિલ્લગી તેમજ ટેલિવિઝન શો CID અને હેલો ઇન્સ્પેક્ટરમાં અભિનય કર્યો હતો, પરંતુ બીઆર ચોપરાની “મહાભારત” સિરિયલથી શકુની મામા તરીકે તરીકેના પાત્રથી તેઓ ઘેર ઘેર જાણીતું નામ બન્યાં હતા. તેમના પરિવારમાં પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રી છે.. આ ઉપરાંત તેઓ ઓમ નમઃશિવાય, કર્ણ સંઘિની, કાનૂન, સૌદા અને અકબર બીરબલ જેવા અનેક ટીવી શોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેમણે ખોટે સિક્કે અને હેલ્લો ઈન્સ્પેક્ટર જેવા ટેલિવિઝન શો પણ બનાવેલા છે.