જમ્મુ અને કાશ્મીરમાં મંગળવાર, 13 જૂને બપોરે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ દિલ્હી અને ઉત્તર ભારતના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. બપોરે 1.30 વાગ્યા પછી આવેલો ભૂકંપ થોડીક સેકન્ડો સુધી ચાલ્યો હતો, પરંતુ કોઈ નુકસાન કે જાનહાનીના અહેવાલ મળ્યા ન હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના ડોડામાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનના લાહોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગયા મહિને અફઘાનિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે દિલ્હીમાં હળવો આંચકો અનુભવ્યો હતો.

LEAVE A REPLY