ભારત સરકાર સંચાલિત ભેલ અને સ્વીસરેપીડ એજીસે ભારતમાં મેગ્લેવ ટ્રેન (મેગ્નેટીક લેવીટેશન) લાવવા માટે સહયોગ સાધ્યો છે. ભારતના શહેરી ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રમાં પદાર્પણ માટે ભેલે મેગ્લેવ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્વીસરેપીડ એજી સાથે સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન મોદીની “મેઇક ઇન ઇન્ડિયા”, “આત્મનિર્ભર ભારત પહેલ” હેઠળની આ સમજૂતિમાં પારસ્પરિક લાભદાયી વેપારતકો બંને કંપનીની ક્ષમતા, જ્ઞાન અને કુશળતાના ઉપયોગથી મેગ્લેવ ટ્રેન પ્રોજેક્ટ પાર પાડવામાં આવશે. મેગ્લેવ સીસ્ટમ હવામાં ઝૂલતી હોય છે. મેગ્નેટીક લેવીટેશનથી જે તે વાહન ગાઇડવે સાથે ભૌતિક સંપર્ક વિના દોડતું રહે છે જેથી 500 કિ.મી. સુધીની ઝડપ શક્ય બને છે. પરિણામે ખર્ચ અને સમય બચે છે.