દેશની સૌપ્રથમ રસી મેળવનાર દાદી મેગીને તેમના જન્મદિવસની સૌથી શ્રેષ્ઠ અને આગોતરી ભેટ મળી છે. તેમણે જણાવ્યું હતું કે હું નર્સ મે અને એનએચએસ સ્ટાફનો પૂરતો આભાર માની શકતી નથી જેમણે મારી ખૂબ જ કાળજી લીધી છે, અને મારી સલાહ છે કે જેમને પણ રસી મળી શકે તેમ છે તેમણે તે લેવી જ જોઇએ. જો હું 90 વર્ષની વયે રસી લેતી હોઉં તો તમે પણ મેળવી શકો છો!”
આવતા અઠવાડિયે 91 વર્ષના થઇ રહેલા મેગી જ્વેલરી શોપમાં કામ કરતા હતા અને ફક્ત ચાર વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા હતા. તેમને એક પુત્રી, એક પુત્ર અને ચાર પૌત્રો છે અને એકવાર તેઓ ટોપ અપ ડોઝ લઇ લેશે પછી આઇસોલેશનમાંથી નીકળી ફરીથી બહાર જવા માટે સક્ષમ થશે.
માર્ગારેટે કહ્યું હતું કે “મને કોવિડ-19 રસી મેળવનાર પ્રથમ વ્યક્તિ બનવાનો ખૂબ જ લહાવો લાગે છે. તે મારી જન્મદિવસની સૌથી શ્રેષ્ઠ અને આગોતરી ભેટ છે. તેનો અર્થ એ છે કે હું નવા વર્ષમાં મારા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા કરી શકું છું.”
મૂળ એનિસકિલ્લેન, નોર્ધન આયર્લેન્ડના વતની અને સાઇઠ વર્ષથી કોવેન્ટ્રીમાં રહેતા મેગીને હવે વાયરસ સામે સુરક્ષિત રાખવા 21 દિવસ પછી બૂસ્ટર જેબ અપાશે. રસી આપનાર યુનિવર્સિટી હૉસ્પિટલ્સ કોવેન્ટ્રી અને વોરીકશાયર એનએચએસ ટ્રસ્ટના નર્સ મે પાર્સન્સે જણાવ્યું હતું કે, ‘’મેગીને રસી આપનાર દેશની સૌપ્રથમ વ્યક્તિ હોવાનું “વિશાળ સન્માન” મળતા હું ખુશ છું અને આ ઐતિહાસિક દિવસમાં ભાગ લેવા બદલ ગર્વ અનુભવું છું. NHS માં કામ કરતા આપણા બધા માટે છેલ્લા કેટલાક મહિનાઓ મુશ્કેલ હતા, પરંતુ હવે લાગે છે કે ટનલના અંતે પ્રકાશ દેખાઇ રહ્યો છે.”
ફિલિપાઇન્સના મૂળના મીસ મે, છેલ્લા 24 વર્ષથી એનએચએસમાં કાર્યરત છે અને 2003થી યુનિવર્સિટી હોસ્પિટલ્સ કોવેન્ટ્રી અને વોરીકશાયરમાં સેવા આપે છે.