મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખૂદ તેમણે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી હતી. શિવરાજસિંહ ચૌહાણે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્વીટ કરીને લખ્યું છે કે, “મારા પ્રિય દેશવાસીઓ, મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા.
ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારી સાથીઓને અપીલ કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો રિપોરર્ટ કરાવે. મારી નજીકના લોકો હૉમ ક્વૉરન્ટીન થઈ જાય.” શિવરાજસિંહે વધુ એક ટ્વીટમાં લખ્યું છે કે, “સમયસર સારવાર મળે તો કોરોનાનો દર્દી સાજો થઈ જાય છે. હું 25મી માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરતો રહ્યો છું.
હવે હું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક કરવાનો પ્રયાસ કરીશ.”અન્ય એક ટ્વીટમાં શિવરાજસિંહે લખ્યું છે કે, “મારી ગેરહાજરીમાં આ બેઠક ગૃહમંત્રી નગર વિકાસ તેમજ પ્રશાસન મંત્રી સ્વાસ્થ્ય શિક્ષા મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રી કરશે. હું મારી સારવાર દરમિયાન રાજ્યમાં ના નિયંત્રણ માટે શક્ય તમામ પ્રયાસ કરીશ.”